રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉનામાં કોરોના પોઝિટિવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં પગાલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે.
ઉના શહેરી વિસ્તારમાં સહયોગ એપાર્ટમેન્ટ,દડુકેશ્વર ખાણમાં વિસ્તારમાં આવેલ કાળુભાઇ વશરામભાઇ વાડીયાના ઘરથી છગનભાઇ મધુભાઇ બાંભણીયાના ઘર સુધી કુલ ૧૦ ઘરો, ક્રિષ્ના પાર્ટી પ્લોટ સામે, પટેલ સોસાયટીમા આવેલ રશ્મિકાંત અમૃતલાલ વ્યાસના ઘરથી લાલજીભાઇ પાલાભાઇ વાજાનાઘર સુધી કુલ ૯ ઘરો, ઋષિતોયા સોસાયટીમાં આવેલ ધીરૂભાઇ જેરામભાઇ મોડાસીયાના ઘરથી ઇશ્વરભાઇ જેઠાનંદ મોટાવાણીના ઘર સુધી કુલ ૧૦ ઘરો, સાજણનગરમાં આવેલ યોગેશ ગુણવંતભાઇ ચાંપાનેરીના ઘરથી કાળુભાઇ લશ્મણભાઇ દમણીયાના ઘર સુધી કુલ ૧૦ ઘરો, અર્જુનનગરમાં આવેલ સંજયભાઇ મગનભાઇ ચૈાહાણના ઘરથી મહેન્દ્રભાઇ ભીખાભાઇ ચૈાહાણના ઘર સુધી કુલ ૧૪ ધરો અને તુલશીધામ સોસાયટીમા આવેલ મુકેશભાઇ હિરાલાલ વડાલીયાના ઘરથી વિપુલભાઇ વ્રજલાલ જોશીના ધર સુધી કુલ ૧૦ ઘરો સહિતના વિસ્તારમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. કોવીડ-૧૯ કન્ટેઇન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયો છે.