પંચમહાલ: શહેરામાં વૃધ્ધને અંતરીયાળ વિસ્તારમા લઈ જઇને નાણા લુટી લેતો ઈસમ ઝડપાયો.

Latest Panchmahal
રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આજે વૃધ્ધને અંતરિયાળ જગ્યા ઉપર લઈ જઇને ધાકધમકી આપી પૈસા પડાવી લેનાર ઇસમને લોકોને ઝડપી પાડી મેથીપાક આપ્યો હતો.અને ત્યારબાદ પોલીસને જાણ કરવામા આવી હતી.હાલ આ ઇસમ સામે શહેરા પોલીસ મથકમા ફરિયાદ નોધવામા આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરા તાલુકાના વરીયાર ગામના અખમભાઇ જીભાભાઈ બારીયા પોતે પાનમ હાઇલેવલ કેનાલ પાસેના ના નાળા ઉપર ઉભા હતા.તે સમયે સામલી બેટીયા ગામના નદી ફળીયા તા ગોધરા ગામનો ઇસમ નાનાભાઈ નટૂભાઇ ચૌહાણ પલ્સર બાઈક ઉપર તેમની પાસે આવીને હુ તમને ઓળખૂ છૂ.હૂ તમને તમારા ઘરે મુકી જવૂ.તેમ કહીને અંતરીયાળ રસ્તે લઈ જઇને પ્લસરબાઈક સાઈડમા ઊભી રાખીને ઝપાઝપી કરીને ગળૂ દબાવીને ધાકધમકીઓ આપીઓને ખિસ્સાના ૩૦૦ રૂપિયા કાઢી લેતા અખમભાઇએ બૂમાબૂમ કરતા રસ્તે આવતા જતા સ્થાનિક રાહદારીઓનૂ ધ્યાન જતા આરોપી અખમભાઇ પકડીને લીધો હતો.અને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ આવી ગઈ હતી.અને આરોપીને પકડીને પોલીસ સ્ટેશનને સોપ્યો હતો.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *