રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
ઉપલેટા મથકમાં ખેડૂતોએ ઓવરણા કરી વાવેતર કરેલા પાક જેમાં કપાસ મગફળી દિવેલા કઠોળ ના પાક સુકાઈ ગયા છે ખેડૂતોનો ખરીફ પાક નો કોળિયો ઝુટવાઈ ગયો ગયો છે ખાતર બિયારણ દવા સહિતના ખર્ચ માથે પડ્યો છે ભાદર વેણુ મોજ ફોફડ ડેમના પાણી નદીઓમાં છેલ્લા ૨૦ દિવસથી ત્રીજી વાર પૂર આવ્યા છે તેના કારણે ખેડૂતોના ઉભા પાક ધોવાઈ ગયા છે હવે પૂરના પાણીથી થયેલી નુકસાની ખેતરો સમતળ કરવા વધારાનો ખર્ચ કરવો પડે તેમ છે આથી રાજ્ય સરકાર તાત્કાલીક સર્વે કરી શહેર આપે તેવી માગણી સાથે ગુજરાત કિસાન સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા લખમણભાઇ પાનેરા કાળાભાઈ બારીયા ગોરધનભાઈ શિહોરા ની આગેવાનીમાં મામલતદારને આવેદન આપી માંગણી કરવામાં આવી છે.