વડોદરા: સાવલીમાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું.

Latest vadodara
રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,સાવલી

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના અગ્ર,સચીવ વિનોદ,રાવ રહ્યા ઉપસ્થિત અને શિક્ષકો દ્વારા કરાયેલ રક્તદાનની કામગીરી બિરદાવી હતી.

વડોદરા જિલ્લાના સાવલી માં આવેલ સાવલી-ડેસર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ની ઓફિસ માં પ્રાથમિક શાળા ના શિક્ષકો દ્વારા રક્તદાનશિબિર નું આયોજન કરાયું કોરોના મહામારી ના કપરાકાળ માં અકસ્માત, ડીલીવરી, જેવા અનેક સમયે લોહી ની જરૂરિયાત ઉભી થાય છે અને કોરોના ચેપના ભયના કારણે રક્તદાન માટે રક્તદાતા આગળ આવતાં ખચકાય છે અને સમગ્ર રાજ્યમાં લોહીની તંગી ન સર્જાય તે માટે સદાય વિદ્યાદાન કરતાં રાજ્યભર ના પ્રાથમિક શિક્ષકો આગળ આવ્યા છે. અને આજે પ્રાથમિકશાળાના શિક્ષકો દ્વારા રકતદાનશિબિર નું આયોજન કરાયું હતું.

જેમાં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના અગ્ર,સચીવ વિનોદ,રાવ ઉપસ્થિત રહી ગુજરાતભરના પ્રાથમિક શિક્ષકો ની વિધ્યા દાન તો કરતાંજ આવ્યા છે પણ તેવોની રક્તદાન ની કામગીરી ને બિરદાવી હતી આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર, જિલ્લા શિક્ષણઅધિકારી અર્ચનાબેન ચૌહાણ પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ રણજીસિંહ પરમાર ઉપપ્રમુખ પરિમલ તલાટી, મંત્રી તેમજ હોદ્દેદારો શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *