વડોદરા: સાવલી નગરમાં સફાઈ કામદારોએ પોતાને બે મહિના થી નગર સફાઈ કામનું મહેનતાણું અને પી.એફ ના નાણાં,સહિતની માંગ સાથે પાલિકા કચેરીએ પોહચ્યા.

Latest vadodara
રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી,સાવલી

વડોદરા જિલ્લા ના સાવલી માં કોરોના મહામારી ના કપરા કાળ માં પણ સાવલી નગર ની કોરોનાવોરિયર તરીકે સફાઈ કામ કરતાં સફાઈકર્મચારીઓ આજે સાવલી નગર પાલિકા કચેરી એ પોતાને બે મહિના થી નગરપાલિકા વહીવટદારો દ્વારા મહેનતાણું ન મળતાં પોતાને કાયમી કામદાર તરીકે નિમણૂક અને જમા થયેલ પી,એફ,ના નાણાં ચૂકવવા ની માંગ અરજ સાથે પાલિકા કચેરી એ પોહચી આક્રોશ ઠાલવ્યો હતો પોતે પાલિકા ઓફિસએ આવ્યા ત્યારે અમારું સાંભળવા કોઈ હાજર નથી નું જણાવ્યું હતું

સાવલી નગરપાલિકા સફાઈકર્મચારીઓ ની રજુઆત અંગે સાવલી નગરપાલિકા ના પ્રમુખ નો સંપર્ક કરતાં તેવોએ હાલમાં ખર્ચ માટે સરકારીગ્રાન્ટ આવી નથી જેના કારણે વિલંબ થયો છે પણ એક,બે,દિવસ માં વૈકલ્પિક વ્યવસ્થા કરી સફાઈ કામદારો નો પગાર કરી દિવસે અને અન્ય માંગણી બાબતે અધિકારી સાથે ચર્ચા કરી યોગ્ય નિકાલ લવાશે નું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *