રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ (દિલ્હી) ના ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લા દ્વારા આજે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ મુકામે નાયબ કલેકટરને સમગ્ર ગીર સોમનાથ જિલ્લા તેમજ વેરાવળ તાલુકા તેમજ વેરાવળ પાટણ શહેર ના વિસ્તાર મા રોડ-રસ્તા પર પડી ગયેલ ભુવા ખાડા અને ખરાબ થઈ ગયેલ રસ્તા વિશે આવેદન પત્ર આપવામા આવ્યુ હતુ જેમા અખિલ ભારતીય માનવ અધિકાર નીગરાની સમિતિ ગીર સોમનાથ જિલ્લાના ઉપાધ્યક્ષ ખંજન ભાઈ જોષી તેમજ અખિલ ભારતીય માનવ અધિકાર નીગરાની સમિતિ ગીર સોમનાથ જિલ્લાના ઉપસચીવ પ્રવીણ ભાઈ ગઢિયા (પ્રેમ) તેમજ અખિલ ભારતીય માનવ અધિકાર નીગરાની સમિતિ ગીર સોમનાથ જિલ્લાના કાર્યકર નરેશ ભાઈ ચાવડા જોડાયા હતાં.