રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
ભારત સરકાર દ્વારા વિકલાંગોને નિઃશુલ્ક સાધન સહાય યોજના અંતર્ગત.માંડલ મામલતદારે પોતાના હસ્તે માંડલ તાલુકામાં વિકલાંગ ભાઈઓ-બહેનોને બેટરી સંચાલિત સાઈકલ અપાઈ.જે પ્રસંગે આજરોજ ૧૮ જેટલા લાભાર્થીઓને આ સાઈકલ આપવામાં આવી, હજુ પણ લીસ્ટના આધારે તાલુકાના અન્ય લાભાર્થીઓને લાભ મળશે. આ પ્રસંગે માંડલ મામલતદાર જી.એસ.બાવા, તાલુકા વિકાસ અધિકારી એસ.એલ.નીસરતા, માંડલ ભાજપ પ્રમુખ દશરથ પટેલ, મહામંત્રી કૌશિકભાઈ, પસાભાઈ,આગેવાનો કાર્યકરો તેમજ લાભાર્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા.