કાલોલમાં હાલ પ્રતિબંધિત ઠંડા પીણાંના વેચાણ કરતા આધાર મોલ ઉપર જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો.

Corona Kalol Madhya Gujarat Uncategorized

હાલ સમગ્ર વિશ્વ માં કોરોના વાઇરસ નું સંક્રમણ ચાલતું હોઈ વાઇરસ નો ચેપ ફેલાઈ નહિ તે હેતુ થી રાજ્ય ના આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા મેજિસ્ટેટ અને કલેક્ટર દ્વારા જાહેરનામું તેમજ સૂચનો કરાયા છે કે કોઈ પણ જગ્યા એ લોકો ને એકઠા નહિ કરવા તથા જીવન જરૂરિયાત વગર ની વસ્તુઓ નું વેચાણ નહિ કરવું.

પરંતુ કાલોલ માં આવેલ આધાર મોલ માં કોરનોના વાઇરસ ને ફેલાતો રોકવા માટે સામાજિક અંતર જાળવવા માં આવતું નથી.

કાલોલ રેફરલ હોસ્પિટલ સામે આવેલ ફ્યુચર ગ્રુપ નો આધાર મોલ જાણે સરકાર ના જાહેરનામા ને ગોડી કરી ને પી ગયા હોઈ તેમ દરરોજ સવાર થીજ મોલ ખુલ્લો રાખી ને આવશ્યક ચીજ વસ્તુ ઓ ના નામે સરકાર ના હાલ કોરોના વાઇરસ ના મહામારી માં હાલ લોકડાઉંન ના માહોલ પૂરતા પ્રતિબંધિત ઠંડા પીણાં નો વેપાર કરતા આજ રોજ કાલોલ ટાઉન બીટ જમાદાર ચંદનસિંહ પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન આધાર મોલ ખુલ્લો જણાતા આધાર મોલ ના વેચાણ બીલો ચેક કાર્ય હતા જેમાં ઠંડા પીણાં વેચાણ ના પણ બીલો મળી આવેલ હતા જે બાબતે આધાર મોલ ના સંચાલક સ્પષ્ટ ખુલાસો નહિ આપી સકતા અને સંચાલકો સરકાર ના બહાર પાડેલ જાહેરનામા થી વાકેફ હોવા છતાં પણ હાલ ના લોકડાઉંન ના સમય પૂરતા પ્રતિબંધિત ઠંડા પીણાં નું વેચાણ કરી રહેલ હોઈ કાલોલ પોલીસ દ્વારા જાહેર નામા ની કલામ ૧૮૮ અંતર્ગત સંચાલક ની કાયદેસરની અટકાયત કરી હતી .

તદ્ઉપરાંત આધાર મોલ માં કોઈ પણ જાત નું સોશ્યિલ ડિસ્ટન્સ જળવાતું ના હોઈ અને મોલ માં આવતા ગ્રાહક ને પણ કોઈ પણ જાત નું આરોગ્ય વિભાગ ની સૂચના મુજબ અને જાહેરનામા મુજબ તાપમાન ચેક કે તેઓ ના હાથ ને સૅનેટાઇસ પણ કરવામાં આવી રહ્યું ન હતું તેમજ મોલ માં ગ્રાહકો નો જમાવડો પણ કર્યો હતો અને મોલ ના કર્મચારીઓ એ પણ માસ્ક અને હેન્ડ ગ્લોસ પેહર્યા વગર કામગીરી કરતા હોવાનું પ્રકાશ માં આવ્યું હતું

Editor / Owner
Dharmesh Vinubhai Panchal- 7572999799
G Samachar News Chanel GTPL NO 981


સમાચાર આપવા તેમજ અમરા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *