રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
પરિણીત પુરુષે જ પરિણીત મહિલા પર બળાત્કાર કર્યા ની ફરિયાદ બાદ ગામમાં ભારે ઓહાપોહ નર્મદા જિલ્લાના તિલકવાડા પો.સ્ટે.ની હદ માં આવતા ચોસલપુર ગામની એક પરિણીત મહિલા પર ગામના જ એક પરિણીત પુરુષે બળાત્કાર ગુજાર્યા ની ફરિયાદ બાદ ગામમાં ભારે ઓહાપોહ જોવા મળ્યો હતો.
પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા ચોસલપુર ગામ કે જે તિલકવાડા પોલીસ ની હદ માં આવતું ગામ હોય આ ગામ ની એક પરણીતા પોતાના ઘર માં રાત્રે સૂતી હતી તે વખતે રાત્રે લઘભગ ૧૨ વાગે ગામનો જ પરિણીત પુરુષ રાજેશભાઇ ગોવિંદભાઇ ભીલ પરણીતા ના ઘર માં ઘૂસી મહિલા જ્યાં સૂતી હતી ત્યાં પહોંચી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચાર્યુ હોવાની ભોગ બનનાર મહિલા એ તિલકવાડા પો.સ્ટે.માં ફરિયાદ કરતા પોલીસે બળાત્કાર નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તપાસ તિલકવાડા પીએસઆઇ એ.એમ.પરમાર કરી રહ્યા છે.
