રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રોકડ,દાગીના મળી ૩ મકાનો માં ચોરી કરવામાં ચોરો સફળ જ્યારે અન્ય ૨ મકાન માંથી કઈ ચોરાયું નથી. રાજપીપળા રોહિત વાસ વિસ્તાર પાસે આવેલી ચંદ્રવિલા સોસાયટી ના પાંચ મકાનો ના તાળાં તોડી તસ્કરો એ ત્રણ મકાનો માંથી રોકડ સહિત ઘરેણાં ની ચોરી કરી હતી જ્યારે બાકી બે મકાનો માંથી કોઈજ સામાન કે રોકડ ની ચોરી ન થઈ હોય સોસાયટી ના રહીશો માં ફફડાટ ફેલાયો છે.
ચંદ્રવિલા સોસાયટી માં સોમવારે વહેલી સવારે કોઈ અજાણ્યા તસ્કરો એ ફૂલ પાંચ બંધ મકાન ના તાળા તોડી તિજોરી કબાટ માં મુકેલા દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી જેમાં અર્પણા સિન્હા ના ઘર માંથી સોનાનું મંગળસૂત્ર,કાનની બુટ્ટી,ચાંદીના સિક્કા અને રોકડા રૂ.૭ હજાર મળી કુલ-રૂ.૬૫,૫૦૦ જ્યારે સંદીપ કંચનભાઈ માછી ના મકાન માંથી રોકડા રૂ.૩૫૦૦ અને ગણેશ જયંતીભાઈ વાઘરી ના મકાન માંથી રોકડા રૂ.૧૫,૦૦૦ મળી કુલ રૂપિયા ૮૪ હજાર ની ચોરી કરી હતી જ્યારે અન્ય બે બંધ મકાનો માં પ્રતાપ જોયતારામ રાયકા અને સચિન ઈશ્વરભાઈ ચૌધરી ના મકાન ના તાળા તૂટ્યા પરંતુ અંદર થી કઇ ચોરી થયુ ન હોવાની ફરિયાદ રાજપીપળા પોલીસ સ્ટેશને નોંધાતા પોલીસે ગુનો નોંધી આ અજાણ્યા ચોરો ની તપાસ હાથ ધરી છે.