જૂનાગઢ: કેશોદના સરોડ ગામે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતા દર્દીને સારવાર અર્થે પહોંચાડવામાં તંત્ર નિષ્ફળ..

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

ગ્રામજનોએ ખાટલામાં ઉંચકી સારવાર માટે લઈ જવા કર્યો હતો પ્રયાસ

વધુ પાણી હોવાથી લાચાર થઈ ગ્રામજનો પરત ફર્યા

મામલતદારે અડધો પોણો કલાક ફોન રીસીવ ન કર્યો ટીડીઓએ વ્યવસ્થિત જવાબ ન આપ્યો કલેક્ટરે વ્યવસ્થા કરી રહ્યા હોવાનું જણાવ્યું અડધો દિવસ અને એક રાત્રી સુધી તો હજુ વ્યવસ્થા ન થઇ હોવાનો ગ્રામજનોએ કર્યો આક્ષેપ

ઘેડપંથકમાં વારંવાર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ રહી છે ત્યારે હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે મોટા ભાગના ઘેડ પંથકનો વાહનવ્યવહાર ખોરવાયો છે લોકોની સલામતીની વ્યવસ્થા કરવાવાળુ તંત્ર નિષ્ફળ સાબિત થયું હોવાનો બનાવ સરોડ ગામે જોવા મળ્યો છે ગામમાં ફરતે પાણી હોય વાહન વ્યવહાર બંધ હોય પગપાળા પણ ગામ બહાર નીકળી શકાય એમ ન હોય તેવા સમયે સરોડ ગામે એક વ્યક્તિ બિમાર થતા બેભાન અવસ્થામાં હોવાથી સારવાર અર્થે દવાખાને લઇ જઇ શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી સરોડ ગ્રામ પંચાયત મહીલા સરપંચના પતિ દ્વારા કન્ટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી અને એનડીઆરએફની ટીમની જરૂરીયાત બાબતે રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમ સરોડ ગામે જવા રવાના કરવામાં આવી હતી જે ટીમ પાડોદર પહોંચી હતી ત્યાંથી સરોડ જવા રવાના થઈ હતી ત્યાં તાલુકા વિકાસ અધિકારી ટીમ પણ હાજર હતી એનડીઆરએફની ટીમે પાડોદરથી સરોડ જવા આગળ વદયા બાદ સરોડ સુધી પહોંચી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાનું જણાવી એનડીઆરએફની ટીમ પાડોદરથી પરત કેશોદ રવાના થઈ હતી જે બાબતે ગ્રામ પંચાયત હોદેદારોએ તાલુકા વિકાસ અધિકારીને પુછવામાં આવતા વ્યવસ્થિત જવાબ ન આપ્યો હોવાનો ગ્રામ પંચાયતના હોદ્દેદારે આક્ષેપ કર્યો હતો.

ત્યાર બાદ તંત્રએ એરટીમની વ્યવસ્થા કરીએ તેથી રાહ જુઓ તેવું જણાવ્યું હતું બાદમાં એ બાબતે પણ કોઈ જવાબ ન આવતાં રાત્રીના કલેક્ટરનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે વ્યવસ્થા કરી રહ્યા છીએ થાય કે ન થાય તે કહી ન શકાય તેવું જણાવેલ હોવાનું સરોડ ગ્રામ પંચાયત સરપંચ પતિએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું સાથે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો આવા સંજોગોમાં સરકાર લોકોની મદદ ના કરી શકે તો શું કામનું મામલતદાર ટીડીઓ કલેકટર પુર ગ્રસ્ત ગામડાઓમાં સહાયરૂપ ન થઈ શકે તો તંત્ર શું કામનું? બિમાર દર્દીને કોઈપણ સંજોગોમાં ગામ બહાર લઈ જઈ શકાય તેવી પરિસ્થિતિ ન હોય જીવન મરણ વચ્ચે ઝોલાં ખાતા દર્દીને કોઈ અઘટિત બનાવ બનશે તેના જવાબદાર કોણ? આવા સંજોગોમાં અન્ય કોઈ લોકો પણ આવો ભોગ બને તેનુ તંત્ર દ્વારા દરકાર લે તેવી રજૂઆત સાથે અને પુરના પાણી રહે ત્યાં સુધી કાયમી હોડી આપવામાં આવે તેવી માંગણી સાથે તંત્રને રજૂઆત કરવામા આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *