સમગ્ર રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં નવા ૩ પોઝિટિવ કેસ આવતા કુલ ૨૦ થયા છે અગાઉ એક જ દિવસ માં કોરોનાના ૪ પોઝિટિવ કેસ આવ્યા હતા. જે ગોધરા શહેરના શહેરા ભાગોળ,અબરાર મસ્જિદ વિસ્તાર,પોલન બજાર,ખાડી ફળિયા માંથી સંક્રમણ ના કેસો મળી આવ્યા હતા. પોલન બજાર અને ખાડી ફળિયામાંથી પ્રથમ કેસ મળી આવતા શહેરના કોરોના પ્રભાવિત વિસ્તારો ની સંખ્યા વધી ને ૯ થઇ છે. અત્યાર સુધી રબ્બાની મોહોલ્લા,ભગવતનગર,અબરાર મસ્જિદ વિસ્તાર,મદની મોહોલ્લા,વાવડી બુઝર્ગ,ઝુલેલાલ સોસાયટી,શહેરા ભાગોળ,પોલન બજાર અને ખાડી ફળિયા વિસ્તારમાંથી કેસ મળી આવ્યા છે.
ગોધરાના શહેરા ભાગોળ વિસ્તાર માં રહેતા રામનાણી પરિવાર ના ચાર જેટલા સભ્યો નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકત માં આવી ગયું છે. જેમાં નિર્મય સુરેશભાઈ રામનાણી, ઓમ સુરેશભાઈ રામનાણી,સુરેશભાઈ રામનાણી અને કાજલ સુરેશભાઈ રામનાણી નો સમાવેશ થાય છે. સુરેશભાઈ ની પુત્રી નો અગાવ રિપોર્ટ પોઝિટિવ આવતા હવે બે ભાઈ અને માતા પિતા પણ કોરોના ની ચપેટ માં આવી ગયા છે. તેઓ ને ગોધરા સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાયા છે કોરોના પોઝિટિવ વ્યક્તિઓ ના સંપર્કમાં આવ્યા હોય તેવા વ્યક્તિઓ ને હોમ ક્વૉરૅન્ટિન કરીને તેમની દિવસમાં ૨ વાર આરોગ્ય તાપસ કરાય રહી છે.