રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પટ્ટણ ગામની ડીયાપ્રાથમિક શાળામાં દીવાલ ધરાશાઈ જતાં શાળામાં વિધાર્થીઓ ન હોવાના કારણે મોટી ઘટના ટડી છે પરંતુ અચાનક પડીગયેઇ દીવાલથી ઘણા બધા યક્ષ સવાલો ઉઠ્યા છે. શાળાના આચાર્ય દ્વારા જેતે સમયે કરવામાં આવેલા બાંધકામને લઈને ભ્રષ્ટાચાર ની બુ આવતી હોવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે ત્યારે શું આવનારા સમયમાં કોઈ ઉચ્ચ તપાસ કરવામાં આવશે કેમ?
આ સમગ્ર ઘટનાની જાણ થતાં શાળાના આચાર્ય ને સમગ્ર ઘટનાની માહિતી માટે ટેલીફોનીક સંર્પક કરવામાં આવ્યો છે પરંતુ આ ઘટનાની કોઇજ અસર ન થઈ હોય તેમ આચાર્ય દ્વારા બેહુદ વર્તન કરવામાં આવ્યું છે. અધિકારીઓને પોતાના ખિસ્સામાં રાખતા હોય અને પોતાના ઇશારે ચલાવતા હોય એવો રૂઆબ ધરાવતા આ આચાર્ય દ્વારા કોઇપણ પ્રકારની માહિતી ન આપવાં માટે હું બંધાયેલ નથી તેવું કહીને તમામ ઘટનાને દબાવી દેવાની પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે ત્યારે શું પોતાની મન માનીથી જવાબ આપવા ટેવાયેલ આચાર્ય જ્યારે શાળામાં બાળકો હાજર હોય અને જો આ ઘટના બની હોય તો પણ આ પ્રકારે જવાબ આપ્યો હોત એવા સવાલો જ્યારે ઉઠ્યા છે ત્યારે શું કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે કેમ?
સમગ્ર વિશ્વમાં કોરોના મહમારીનના કારણે ભારતભરમાં શાળાઓ કોલેજો બંધ છે પરંતુ જો શાળાઓ ચાલુ હોય અને વિધાર્થીઓ હજાર હોય એવા સમયે જો શાળાની દીવાલ પડી હોય તો વિધાર્થીઓના ભાવિ જોખમમાં મુકાયું હોત પરંતુ જ્યાં બાળકો અભ્યાસ કરે છે તેવા સ્થાને પણ અધિકારીઓ અને બાંધકામ કરનાર વ્યક્તિઓ દ્વારા જ્યારે હલકી ગુણવત્તાના ધોરણે કામગીરી કરવામાં આવે છે ત્યારે શું વિધાર્થીઓ નું ભાવિ જોખમમાં મુકાયું હોત તો કોણ જવાબદાર હોત?
શાળાના આચાર્ય દ્વારા આપવામાં આવેલ જવાબમાં ભલે શાળાનું નુકસાન થઈ જાય કે પછી વિધાર્થીઓને નુકસાન થાય પરંતુ મને કોઈ સવાલ નઈ પૂછવાનો? તમને કોઈ અધિકાર નથી જવાબ લેવાનો જેવી વલણથી સ્પષ્ટ થાય છે કે કોઈ મોટી ઘટનનથી પણ શાળાના આચાર્ય ને કોઇપણ ફર્ક પડતો નથી ત્યારે શું આવનારા સમયમાં કોઈ મોટી ઘટના બનશે તો શું શાળાના આચાર્ય દ્વારા આ પ્રકારે જવાબ આપવામાં આવશે કેમ?
બેજવાબદાર હોય એવી રીતે જવાબ આપતા શાળાના આચાર્ય સામે અનેક સવાલો ઉઠ્યા છે? શિક્ષણ સાથે જોડાયેલા વ્યક્તિ દ્વારા આ પ્રકારે વર્તન કરવામાં આવે છે ત્યારે શું અધિકારીઓ પણ આ વર્તનને ચલાવી લેતા હશે કેમ? શું આવનારા સમયમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ?
મને કેમ સવાલ પૂછો છો? મારી પાસે કોઈ જવાબ નઈ માગવાનો તને કોઈ અધિકાર છે સવાલ પૂછવાનો? મે આ સમગ્ર ઘટનાની જાણ બી.આર.સી ને કરી દીધી છે અને લેખિત રિપોર્ટ પણ સબમિટ કરાવી દીધો છે એટલે તમારે જે પૂછવું હોય એ ત્યાં પૂછો-આચાર્ય,પ્રાથમિક શાળા, પટ્ટણન
અજાણતામાં તમને બોલી ગયા હશે અથવા કોઈ ટેન્શન માં હશે એટલે બોલી ગયા હશે પરંતુ તમે રુબરુ મળી લો. મને કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ સબમિટ નથી કાર્ય કે દીવાલ તૂટવાનો કોઈ રિપોર્ટ પણ કર્યો નથી એટલે મને આ આખી ઘટનાની મૌખિક માત્ર જાણ છે.-બી.આર.સી,લુણાવાડા
હું આ સમગ્ર ઘટનાથી અજાણ છું અને મને કોઈ ખ્યાલ નથી પરંતુ હું સમગ્ર ઘટનાની તપાસ કરીને જે કંઈ પણ હશે તેને બહાર લાવવાનો પ્રયત્ન કરીશ-જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી,મહીસાગર