રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
રસ્તાઓ સંપૂણ તૂટી જતા ગ્રામલોકોનું પરિવહન બંધ
હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઇ તે બાદ પડેલા ધોધમાર વરસાદથી સમગ્ર રાજકોટ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ ધોધમાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે કારણ કે ધોધમાર વરસાદથી ડેમોમાં જે રીતે પાણીની પુષ્કળ આવક થઈ હતી તેથી ડેમો ના પાટીયા ખોલાયા હતા જેને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું અને નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી જેને કારણે નદીકાંઠાના ગામો તેમજ નદીકાંઠાના વિસ્તારોમાં આવેલ ખેતરોમાં તેમજ અનેક ઘરોમાં પાણી ઘુસી ચૂક્યા હતા જેને લઇને સમગ્ર વિસ્તારની અંદર તારાજી સર્જાય છે ઉપલેટા પંથકની અંદર આવેલી નદીઓના પાણી અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં અને તેમના ખેતરોમાં ઘુસી ચૂક્યા છે અને પાક તેમજ જમીનનું સંપૂર્ણ ધોવાણ થયું છે જેને લઇને જગતનાતાત એવા ખેડૂતો વધુ એક વખત પાયમાલી તરફ ધકેલાયા છે. વરસાદથી ઘરમાં પાણી ઘૂસવા ના કારણે લોકોની ઘરવખરી તેમજ જરૂરી સાધનસામગ્રી પણ પાણીમાં ગરકાવ થઇ છે અને લોકો બેહાલ થયા છે. ગામમાં જવાના રસ્તાઓ પણ તૂટી ગયા છે તો ક્યાંક આવન-જાવન માટેનો મુખ્ય રસ્તો પણ સંપૂર્ણ બંધ થઈ ચૂકયો છે. હાલ લોકો ગામમાં છે તે ગામમાં જ છે તેમજ ગામની બહાર છે તે ગામની બહાર જ છે કારણકે અહી આવન જાવન માટેના રસ્તાઓ પણ પાણી ભરેલા છે તેમજ રસ્તાઓ સંપૂર્ણ પણે તૂટી ગયેલ છે જેથી કરીને આ લોકો હાલ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.