રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
જેમાંથી બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો..
એક યુવાનનો મૃતદેહ ગઇકાલ મોડીરાત્રીના મળ્યો હતો..
બે યુવાનનો મૃતદેહ આજે મળી આવ્યા..
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની માઢ નદીમા પાણીની આવક થતા પાંચ જેટલા યુવાનોએ મોતની છલાંગ લગાવી હતી ત્યારે ઉપરવાસમા ભારે વરસાદ પડતા પાણીનો પ્રવાહ એટલો બધો વધ્યો કે આ પાંચેય યુવાનો પાણીમા ગરકાવ થયા હતા ત્યારે સ્થાનીક લોકોએ ભારે જહેમત બાદ યુવાનોની શોધખોળ શરૂ કરી હતી જેમા એક યુવાનનો મૃતદેહ મોડીરાત્રીના મળી આવ્યો હતો જયારે અન્ય બે યુવાનોના મૃતદેહ આજે મળી આવ્યા છે .જે ઉનાના કાજરડી ગામના હોવાનુ મનાય છે. આ બાબતની જાણ થતા સરપંચ સહીત મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે