રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ઉપરવાસમાં થી સતત પાણીની આવક થતા સપાટી રુલ.લેવલ ને પાર : ૬ ગેટ ૦.૮૦ મીટર ખોલાયાંરાજપીપળા પાસેના કરજણ ડેમ માંથી કરજણ નદી માંથી રવિવારે ૨૩૨૪૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.આ બાબતે માહિતી આપતા કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી.હાલે ના જણાવ્યા મુજબ હાલ સતત ઉપરવાસ માંથી પાણીની આવક થતા કરજણ ડેમ માં પાણીની સપાટી તેના રુલ લેવલ ને પાર થઈ જતા લેવલ જાળવવા કરજણ ડેમ માંથી ૬ રેડિયલ ગેટ ખોલી ૨૩,૨૪૦ ક્યુસેક પાણીનો જથ્થો કરજણ નદીમાં છોડાયો છે જેથી કાંઠાના વિસ્તારોના ગામના લોકોને સાવચેતી રાખવા પણ સૂચના આપી એલર્ટ કરાયા છે. હાલ કરજણ બંધ માં ૨૩,૬૪૦ ક્યુસેક જેટલી પાણીની આવક છે આજે ડેમ નું રુલ લેવલ ૧૧૦.૩૧ મીટર છે. ડેમ માં પાણીની.સપાટી ૧૧૧.૬૦ મીટર પોહચી છે માટે રુલ લેવલ જાળવવા માટે ડેમના ૬ રેડિયલ ગેટ ખોલી ને ૨૩,૨૪૦ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાઈ રહ્યું છે ડેમ ૮૦.૯૫ ભરાયો છે.ડેમ નું આજનું લાઈવ સ્ટોરેજ ૪૧૨.૧૨ મિલિયન કયુબિક મીટર છે.