રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ડેમોનુ પાણી છોડવાથી કેળ,પપૈયા,કપાસ દીવેલા મગ તુવેર,શેરડી જેવા ઘણા પાકમાં ભારે નુકસાન માં ખેડૂત પાયમાલ હાલ સતત વરસાદ વરસી રહ્યો હોય નર્મદા જિલ્લામાં સરદાર સરોવર નર્મદા બંધ માંથી ૮ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું હોવાથી કાંઠા વિસ્તાર ના અનેક ગામોના ખેડૂતો ના ખેતરો પાણી માં ગરકાવ થયેલા જોવા મળે છે.જેમાં નાંદોદ તાલુકા ના ધાનપોર સહિત ના અનેક ગામો ના ખેતરો માં ઉભો પાક પાણી માં ડૂબી જતાં લાખોનું નુકસાન થવા પામ્યું છે. એક તરફ પાંચ મહીના થી કોરોના મહામારી વચ્ચે કામ ધંધા,વાહન વ્યવહારો બંધ હતા જેના કારણે ખેડૂતો સહિત ના લોકો પાયમાલ થયા છે ત્યારે હાલ આ વરસાદ રૂપી કુદરતી આફતે ખેડૂતો ની કમ્મર ભાંગી નાંખી હોય તેમ બળતા પર ઘી નાખ્યા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે જેમાં ધાનપોર ગામ સહિત આસપાસ ના અન્ય ગામો તેમજ નદી કાંઠા ના અસંખ્ય ગામો ના ખેડૂતો ના ખેતરો પાણી માં તરબોળ થઇ જતા વરસદરૂપી આ કુદરતી આફત નર્મદા જિલ્લાના ખેડૂતો ને પાયમાલ કરી નાખશે. તેમ જણાઈ રહ્યું છે. ખેડૂતો ના જણાવ્યા મુજબ હાલ નર્મદા ડેમ/કરજણ ડેમનુ પાણી છોડવાથી દરેક પાકમાં ૫૦% થી ૯૦% સુધી નું નુકસાન થયું છે.જેમાં કેળ,પપૈયા,કપાસ,દીવેલા મગ, તુવેર, શેરડી સહિતના પાકમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે.