રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ શહેરી ઘન કચરાને લઇ વિવાદ છેલા ઘણા સમયથી ચાલી રહ્યો છે. કલેક્ટર દ્વારા ઘણી બધી જગ્યાઓ ફાળવી હોવા છતાં પણ સ્થાનિકો દ્વારા પેશકદમી તેમજ એકલ દોકલ વ્યક્તિના વિરોધને લઇ કચરો નાંખવા દેવામાં આવતો નથી. હાલમાં કોરોના મહામારીમાં ચારે તરફ ગંદકીના ધર જામ્યા હોવાથી લોકોનું જીવવું મુશ્કેલ થયું છે ત્યારે પાલીકા સત્તાધીશો દ્વારા કલેક્ટરને આંદોલન ની ચીમકી આપી હતી.૫ દિવસમાં આ બાબતે નિરાકરણ ના આવતા પાલીકા પ્રમુખ સહિતના લોકોએ આજ રોજ ધરણા કર્યા હતા. માંગરોળ પાલીકા ઘન કચરા વિવાદ ને લઇ માંગરોળ નગરપાલીકા પ્રમુખ ઉપ્રમુખ સહિત ભાજપ કોંગ્રેસના આગેવાનો દ્વારા આજ રોજ કેશોદ ચોકડી પર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.
જ્યાં સુધી લેખિતમાં બાહેનધરી આપવામાં નહીં આવે ત્યાં સુધી બેસી રહેવાની ચીમકી આપવામાં આવી હતી.માંગરોળના કેશોદ રોડ વેરાવળ પોરબંદર રોડ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી.પોલીસ દ્વારા સખ્તી બતાવી રસ્તો શરૂ કરાયો. માંગરોળ પોલીસ દ્વારા પાલીકા પ્રમુખ મો.હુશેન ઝાલા તથા ઉપપ્રમુખ મનોજ વિઠલાણી સહિત તમામ આંદોલન કારીઓની ધરપકડ કરી હતી.પોલીસ ની દરમીયાનગીરીથી તેમજ આગેવાનોની ધરપકડ કરતા હાઇવે ક્લિયર થઈ ગયો હતો પરંતુ તમામ ટ્રેક્ટરો અને કચરાના વાહનો મામલતદાર કચેરી ખાતે ખડકલો કરી દેવામાં આવ્યો હતો.