રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા માં કોંગ્રેસ શાસિત નગરપાલિકાના સેનટરી વિભાગના ચેરમેન હરદાસ ભાઈ આહીરએ મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી ને લખેલ પત્ર
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નગરપાલિકા માં હાલ કોંગ્રેસ નું શાસન હોય ત્યારે રાધનપુર નગરપાલિકા માં કોંગ્રેસ ના સદસ્ય અને સેનટરી વિભાગ ના ચેરમેન હરદાસ ભાઈ આહીર એ રાધનપુર નગરપાલિકા માં ભ્રસ્ટાચાર થતો હોય તેવા આક્ષેપ સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી તાત્કાલિક ધોરણે તપાસ કરાવવાની માંગણી કરવામાં આવી તો પાટણ જિલ્લાના કલેક્ટર આનંદ પટેલ ને પણ રાધનપુર નગરપાલિકા માં ભ્રસ્ટાચાર થતો હોય તેવો પત્ર લખ્યો
હરદાસ ભાઈ આહીર એ પત્રમાં જણાવ્યું કે સફાઇ કામમાં અને રેનકોટમાં ભ્રસ્ટાચાર કરેલ છે તો રાધનપુર નગરપાલિકા ની હદમાં વિકાસ ના કામો માં એકજ કોન્ટ્રાકટર સાથે મળીને ભ્રસ્ટાચાર કરાવી સરકારના નાણાં નો દુર ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આ બ્રષ્ટાચાર માં સંડોવાયેલા પદ અધિકારી કે કર્મચારી જે સામેલ હોય તેની સામે કડક કાર્યવાહી કરવા ની માંગણી કરવામાં આવી છે રાધનપુર નગરપાલિકા ની સામે લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે.