અમરેલી: બગસરા પોલીસ દ્વારા રેડ કરાતા ૧૧ બોટલ ઇંગ્લિશ દારૂ સાથે ૪ શખ્સોને ઝડપી પાડ્યા.

Amreli Latest
રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા

જાણવા મળતી વિગત અનુસાર બગસરા માં ડોક્ટર કામળિયા સાહેબ વાળી શેરીમાં ધર્મરાજા હરેશભાઈ બાબરીયા નામનો્ સખ્સ ઇંગ્લિશ દારૂ નૂ વેચાણ કરે છે તેવી બાતમી બગસરા પોલીસને મળતા તુરંત બગસરા પોલીસ સ્ટેશન નાં પોલીસ જમાદાર ડામોરભાઈ, માયાભાઈ આહીર, સોલંકીભાઈ પોલીસ કોન્સ્ટેબલ રવિદાન ગઢવી, ધાધલભાઈ, વાળાભાઈ, પરમારભાઈ સહિતના બગસરા પોલીસ દ્વારા આ રેડ કરવામાં આવી હતી. ધર્મરાજ હરેશભાઈ બાબરીયા ના ઘરે રેડ કરતા ૧૧ બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવેલ તેમજ આ ઇંગ્લિશ દારૂ કરણ નાગભાઈ વાળા રહે બગસરા તેઓ પાસેથી ખરીદેલ છે તેમ હકીકત જાણવા મળતા આ બન્ને શખ્સો વિરુદ્ધ બગસરા પોલીસ દ્વારા પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી આ રેડ સફળ રીતે કરવામાં આવી હતી તેમજ આ રેડ દરમિયાન ૨ શખ્સો વિરુદ્ધ ૧૧ બોટલ ઇંગ્લિશ દારૂ ગુનો બગસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે અને બગસરા પોલીસ સ્ટેશને અટક કરી બગસરા પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરી આગળની કાર્યવાહી ચાલુ છે તેમ જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *