રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા
મહેસાણા જિલ્લાના સતલાસણા પાસે આવેલ ધરોઈ ડેમમાં પાણી ની સતત આવક થઈ રહી છે.આ ધરોઈ ડેમ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં જીવાદોરી સમાન છે.આ ડેમનું પાણી બંને જિલ્લામાંના ગામોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડે છે. આ જીવાદોરી સમાન ધરોઈ ડેમ ની ભયજનક સપાટી ૬૨૨ ફૂટ ની છે જ્યારે આજે ધરોઈ ડેમ ની જળ સપાટી ૬૧૮.૨૦ ફૂટ પર પહોંચી છે અને પાણી ની આવક ની વાત કરવામાં આવે તો કુલ આવક ૮૫.૫૨ ટકા આવક છે.ધરોઈ વિભાગના જણાવ્યા મુજબ આજે ડેમની સપાટી ૬૧૯ ફૂટ પહોંચશે તો ૧૦ થી ૧૫ હજાર ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવશે જેને ધ્યાનમાં રાખીને રોડ ની બંને સાઈડ પોલીસ નો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.