રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
દેવભુમિ દ્વારકા મા વરસાદ લાંબો સમય થી પડી રહ્યો છે તેવા મા શની રવી એમ બે દિવસ પડેલા વરસાદે ફરી પાણી થી તરબોળ કર્યુ છે. તેવામાં ભાણવડ જામરાવલ કલ્યાણપુર જેવા અનેક ગામો મા ધોધમાર વરસાદ પડતા ભાણવડ તાલુકાના ના ઉપરવાસમાં ધોધ માર વરસાદ પડતા ભણવડ માં આવેલ વર્તુ ડેમ ના એક સાથે ૧૫ દરવાજા ખોલતા જામ રાવલ પાણીમાં ગરકાવ થયુ તો લોકો નુ જન જીવન અસ્ત વ્યસ્ત થયુ છે ત્યારે તંત્ર ની બેદરકારી ઓ પણ સામે આવી છે લોકો ની સુખાકારી માટે કોઈ પ્લાન નથી અને આવી પરિસ્થિતિ ને પોસવા ને બદલે અધિકારીઓ પણ છુ મંતર થય જાય છે. લોકો જાતેજ પોતાના ની વ્યવસ્થા કરે છે કે આ પાણી ના પુર થી કેમ બચવુ આવા મા કોઈ અધિકારીઓ દેખાયા પણ નથી અને એન્ડી આર એફ ની ટીમ એક વાર આવી ને ચાલી ગય છે ગામ ફરી હોળી વાળા ના સહારે પડ્યું છે.