અમદાવાદ: માંડલમાં ઠેરઠેર પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો: ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માંડલ ખાતે પ્રકૃતિ વંદનાની ઉજવણી કરી.

Ahmedabad Latest
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

આજરોજ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર રાષ્ટ્રમાં એચ.એસ.એસ.અફ & આઈ.એમ.સી.ટી.એફ તથા પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ, વન અને જીવનસૃષ્ટિ સંરક્ષણ હેતુથી તુલસી,પીપળો જેવા પવિત્ર વૃક્ષોનું કંકુથી તિલક કરી તેમજ દિપ પ્રગટાવી આરતી તેમજ ધૂન અને વૃક્ષોને નમન કરવા આખા દેશમાં આવો કાર્યક્રમ કરવા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સંઘસંચાલક મોહન ભાગવતજીએ આહ્વાન કર્યું હતું જે અંતર્ગત આજરોજ મોહન ભાગવતજીએ સમગ્ર દેશને વૃક્ષો અને પ્રકૃતિ વિશે ઉદબોધન આપ્યું હતું જે સૌ સંઘના કાર્યકર્તાઓ, સાધુ સંતો, નેતાઓ,તેમજ અન્ય રાષ્ટ્રપ્રેમી સૌ નાગરિકોએ સોશિયલ મીડિયા પર સાંભળીને પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજ્યો હતો. આજરોજ માંડલ ખાતે એક કાર્યક્રમમાં આવેલ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માંડલના મેઘમણી કેમ્પસમાં પ્રકૃતિ વંદનાની ઉજવણી કરી હતી. જે માંડલના મોટા રામજી મંદિરે, માંડલ સ્વામીજી આશ્રમ ખાતે,તેમજ માંડલ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ પર સંઘચાલકજીનું પ્રવચન અને ત્યારબાદ પૂજન,દિપ પ્રાગટ્ય તેમજ આરતી પણ કરવામાં આવી હતી આમ માંડલમાં પણ ઠેરઠેર પ્રકૃતિ વંદના કાર્યક્રમ યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *