રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા ખાતે આવેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરીની બિલ્ડીંગમાં છેલ્લા ઘણા મહિના થી લીફ્ટ બંધ હાલતમાં હોય આ લિફ્ટ આજે પણ બંધ હોવાથી ઉપર કામ અર્થે જતા વૃદ્ધ અરજદારો ને દાદર પર ઘસડાઈ પરાણે જવું પડે છે જેમાં અમુક વિકલાંગો કે પગમાં ઇજા પામેલા વ્યક્તિઓ ની હાલત ખુબજ દયનિય જોવા મળી રહી છે. મામલતદાર કચેરી માંજ જો આવી લાલીયાવાડી હોય તો અન્ય કચેરીઓ કે ખાનગી સંસ્થા ના વહીવટી બાબતે તંત્ર શું ચકાસણી કરતું હશે..? છેલ્લા લગભગ ૬ મહિના થી બંધ આ લિફ્ટ સત્વરે ચાલુ કરાય તેવી માંગ ઉઠી છે.