બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
આજે સાંજે ૬-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૨.૦૦ મીટરે નોંધાઇ
ઉપરવાસમાં આવેલ ઇન્દીરા સાગર ડેમમાં પાણીનો ઇનફ્લો આજે તા.૩૦ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને રવિવારના રોજ સવારે ૭-૦૦ કલાકે ૧૬.૩૦ લાખ ક્યુસેક નોંધાયો હતો, જેની સામે ઇન્દીરા સાગર ડેમમાં સરદાર સરોવર ડેમ તરફ ૧૦.૯૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આજે સવારે અને ૧૧ કલાકે ઇન્દીરા સાગર ડેમમાંથી ૧૧.૩૭ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને સરદાર ડેમ ખાતે આવતાં ૨૦ કલાક જેટલો સમય જાય છે. અને હાલમાં સરદાર સરોવર ડેમ ખાતે સાંજે ૬-૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩ર- ૦૦ મીટરે નોંધાઇ હતી. હાલમાં ઇન્ફલો ૧૧.૧૨ લાખ ક્યુસેક નોંધાયેલ છે, જેની સામે ડેમના ૨૫ દરવાજા ખોલીને ૯.૫૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રીવર બેડ પાવર હાઉસમાં ૬ યુનીટ કાર્યરત હોવાથી ૧૨૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે અને ૪૦ હજાર ક્યુસેક પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે. આ ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસના ૩ યુનીટ કાર્યરત હોવાથી ૧૫,૪૦૦ ક્યુસેક પાણી મુખ્ય કેનાલ તરફ વહી રહ્યું છે. આમ જે ઇન્ફલો આવે છે તેને સરદાર સરોવર ડેમ ખાતે રોકવામાં આવે છે અને આશરે ૩ લાખ ક્યુસેક પાણી સરદાર સરોવરમાં સંગ્રહ કરવામાં આવી રહ્યું હોવાની જાણકારી નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેર અશોક ગજ્જર તરફથી પ્રાપ્ત થઇ છે.