રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા
ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે હાલમાં કડાણા ડેમમાં પાણીની આવક વધવાના કારણે તા.૩૦/૦૮/૨૦૨૦ ના રોજ કડાણા જળાશય માંથી ૧૧:૦૦ વાગ્યા થી પાવર હાઉસ તથા ગેટ મારફતે ૪,૨૦,૯૩૮ કયુસેક પાણી છોડવામાં આવેલ છે પાણી ની આવકને ધ્યાનમાં લઈને ક્રમશઃ કડાણા ડેમમાંથી ૧:૦૦ વાગ્યા થી ૬,૦૦,૦૦૦ કયુસેક કે તેથી વધુ પાણી મહીનદી માં હાઇડ્રો પાવર હાઉસ તથા ગેટ મારફતે છોડવાનું આયોજન છે મહીનદીમાં પાણીના વધુ પ્રવાહથી ઓવર ટેપીંગની સંભાવના ને ધ્યાને લેતા સલામતીના કારણોસર આજે સાંજના ૫:૦૦ કલાક થી ગળતેશ્વર(ખેડા)થી વરસડા(વડોદરા) ના પૂલ પરથી વાહનવ્યવહાર બંધ કરવામાં આવેલ છે મહીનદી માં પાણી વધવાના કારણે તંત્ર પણ દોડતું થયું હતું.તંત્ર દ્વારા મહીનદી ના આજુબાજુ વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કારવામાં આવ્યા હતા.