બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા ડેમ માંથી પાણી છોડાતા ગતરાત્રીના કેવડિયા ગામ ના નીચલા ફળિયા ના ઘરોમાં પાણી ભરાયા જેથી ઘર તેમજ માલસામાન ને ભારે નુકશાન થયેલ છે, નર્મદા જિલ્લા સરકારી તંત્ર નુકસાન નો સર્વે કરી પીડીતો ને આર્થિક સહાય કરે તેવી માંગ અને વિયરડેમ હટાવવાની માંગ ઈન્ડીજિનસ આર્મી ઓફ ઈન્ડિયા ના સંસ્થાપક અને આદિવાસી ટાઈગર સેના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો પ્રફુલ વસાવા કરી છે..
વિયરડેમ ને કારણે ઈતિહાસ મા પહેલીવાર ઘરોમાં પાણી ભરાયા, કેવડિયા ગામના નીચલા ફળિયામાં રતનબેન સોમાભાઈ તડવી ના ઘરની આજુબાજુ પાણી ભરાય ગયેલ છે તેમજ રમણભાઈ ભયજીભાઈ તડવી નું આખું ઘર પાણીમાં ડૂબી ગયેલ છે.આ ઘટનાની જાણ થતા ગામના યુવાનો તરત જ ઘટના સ્થળે દોડી ગયા હતા.ત્યારબાદ યુવાનો દ્વારા ઘરવખરી સાધનસામગ્રી ઘરમાંથી બીજી જગ્યાએ ખસેડી.સરદાર સરોવર ડેમમાં પાણી છોડાતા કેવડિયા અને આસપાસના નીચાણવાળા વિસ્તારમાં આવેલ ખેતરોમાં કરેલ વાવેતરમાં પણ પાણી ભરાતા ઉભા પાકને ઘણું નુકશાન થયેલ છે. કેવડિયા ગામ ના યુવાનોની બચાવ કામગીરી સરાહનીય રહી છે.