કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ભોઈવાળા નજીકથી પસાર થતી રૂપારેલ નદી છેલ્લા કેટલાક મહિનાઓ થી બીમારી નું કારણ બન્યું છે. એક તરફ કોરોના વાયરસથી લોકો હેરાન છે તો બીજી તરફ વેજલપુર ગામ ના રહીશો આ ગંદકીથી હેરાન છે વેજલપુર ગ્રામપંચાયતમાં અનેકવાર ત્યાંના રહીશો દ્વારા રજુઆત કરવા છતાં તે બાબતે તંત્રએ બેદરકારી દાખવી છે. કોરોના વાયરસથી બચવા સરકારી તંત્ર દ્વારા લોકડાઉંન કરેલ છે અને આ કચરાથી ભરેલ વેજલપુર ગામની રૂપારેલ નદી અનેક રોગોનું ઉદ્દભવ સ્થાન બની છે. ત્યાંના રહીશો નું કેહવું છે કે, તંત્રને આ બાબતે અનેક વાર જાણ કરી હોવા છતાં જરા પણ ગંભીરતા દાખવતા નથી અંતે રોગનો ભોગ ત્યાં ના લોકોને બનવાનો વારો આવ્યો છે. કાલોલ તાલુકાના કેટલાક એવા વિસ્તારો કે જ્યાં ખુબ ગંદકી જોવા મળી, જે અનેક બીમારીઓ નું કારણ બની શકે છે. તંત્રને અનેક વાર રજુઆત કરવા છતાં આંખ આડા કાન કરી રહ્યું છે.