રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઊનામાં રહેતા સૈયદ જાવીદમીયા મુસ્તફામીયા ઉ.વ.૪૦ તેવો નવાબંદર ગામેથી પોતાના ધરે બાઇક પર આવી રહ્યા હતા. ત્યારે દેલવાડા-નવાબંદર રોડની બન્ને સાઇડો વધારવા કામગીરી શરુ હોય તેમાં રેતી, કાકરીના ઢગલા કરેલ હોય જેના કારણે યુવાનની બાઇક અચાનક કાકરીના કારણે સ્લીપ થઇ હતી.
અને બાઇક ફંગોળાઇ જતાં નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇંજા પહોચતા ત્યાથી પસાર થતા લોકોએ તાત્કાલીક રીક્ષામાં ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવે ત્યા તેમનુ સારવાર દરમ્યાન મોત નિપજેલ હતું.ત્યારે નવાબંદર રોડની બન્ને સાઇડો ખાડા અને કાકરીના કારણે રોજ નાના મોટા અકસ્માત સજરતા હોય છે. ત્યારે આ કામગીરી ગોકળગાયની ગતીએ ચાલતી હોય તાત્કાલીક રોડની કામગીરી પૂર્વ કરવા વાહન ચાલકો માંગ ઉઠવા પામેલ છે.