જુનાગઢ: બિલ્ડર સાથે મારામારીના અને અગાવના ગુન્હામાં છેલ્લા ૧૦ વર્ષથી નાસ્તો ફરતો આરોપીને પુંજા દેવરાજ રબારીની ક્રાઇમ બ્રાંચએ ઝડપી પાડ્યો.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

તાજેતરમાં છેલ્લા ૧૦ વર્ષથી અને ૨૦૧૬ પહેલાના અગાવના ગુન્હામાં નાસ્તા ફરતા આરોપી પુંજા દેવરાજ રબારીની ૦૯ જેટલા ગુન્હામાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવતા, સી ડિવિઝન પોલીસ દ્વારા સને ૨૦૧૬ ના મધુરમ વિસ્તારમાં બિલ્ડર સાથેના મારામારીના ગુન્હામાં ધરપકડ કરી, દિન ૦૩ ના પોલીસ રીમાન્ડ મેળવેલ છે…

ગત તા. 16.03.2016 ના રોજ જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં બાંધકામનો વ્યવસાય કરતા બિલ્ડર ફરિયાદી સુરેશભાઈ રવજીભાઈ બજાણીયા જાતે કુંભાર રહે. વિશ્વરાજ ફ્લેટ, કામનાથ નગર, મધુરમ, જૂનાગઢ દ્વારા પોતાની સાઇટ ઉપર આવી, આરોપીઓ (1) પુંજા દેવરાજ (2) નગા સરમણ (3) કમલેશ ધોકિયા તથા તેની સાથે અજાણ્યા ત્રણ માણસોએ રૂ. 1,20,000/- ની ચીજ વસ્તુઓની ભાંગફોડ કરી, નુકશાન કરી, ફરિયાદીને બ્લોક લખી આપવા તથા મજૂરોને કામ ઉપરથી ભગાડી દેવા ધમકીઓ આપી, છરી લાકડીઓથી માર મારી, ગુન્હો કરેલ હતો. આ ગુન્હામાં તપાસ દરમિયાન જે તે વખતે આરોપીઓ (1) નગા સરમણ રાડા જાતે રબારી રહે. પાદરિયા તા.જી. જૂનાગઢ અને (2) કમલેશ પરસોત્તમભાઈ ધોકિયા જાતે કુંભાર રહે. જોશીપરા, દાનેવ રેસિડેન્સી, રાધિકા પાર્ક, જૂનાગઢની ધરપકડ કરી, જેલ હવાલે કરવામાં આવેલ હતા. આ પકડાયેલ આરોપીઓની પૂછપરછમાં તથા તપાસ દરમિયાન આરોપી પુંજા દેવરાજ રબારી નાસી ગયેલ અને છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો….

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ વી.યુ.સોલંકી તથા સ્ટાફના હે.કો. મેહુલભાઈ, ભગવાનજી ભાઈ, રોહિતભાઈ, ચેતનસિંહ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા આરોપી પુંજા દેવરાજભાઈ રાડા જાતે રબારી ઉવ. 38 હાલ રહે. ચાર માળિયા, રવાપર રોડ, મોરબી જી. મોરબી મૂળ રહે. લીરબાઇ પરા, જૂનાગઢ નો કબ્જો મેળવી, પૂછપરછ હાથ ધરતા, ઉપરોક્ત ગુન્હાની કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, આ ગુન્હામાં અગાઉ પકડાયેલ બંને આરોપી નગા સરમણ રબારી તથા કમલેશ કુંભાર સાથે મળી, પોતે તથા પોતાનો મિત્ર સાયર ઉર્ફે સમીર મહમદભાઈ શેખ રહે. વીભાકર રોડ, જામનગર સાથે મળી, આ ગુન્હો કરેલ છે, બાકીના બે અજાણ્યા માણસોને આ આરોપી સમીર શેખ ઓળખાતો હોવાની પણ કબૂલાત કરવામાં આવેલ છે. ઉપરાંત પકડાયેલ આરોપી પુંજા દેવરાજ રબારીને બટુકભાઈ હંસરાજભાઈ મકવાણા રહે. જોશીપરા, જૂનાગઢ હાલ રહે. રાજકોટ એ રાજકોટ ખાતે શરૂઆતમાં આશરો આપેલાની પણ કબૂલાત કરેલ છે. મોરબી ખાતે આશરો આપનાર સલીમ મહમદ શેખની પણ ધરપકડ કરવામાં આવેલ છે.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ વી.યુ.સોલંકી તથા સ્ટાફના હે.કો. મેહુલભાઈ, ભગવાનજી ભાઈ, રોહિતભાઈ, ચેતનસિંહ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા *ખૂન, ખૂનની કોશિશ, મારામારી, પ્રોહીબિશન, ખંડણી, લૂંટ, રાયોટિંગ, એટરોસિટી, મિલકતમાં આગ લગાડવી, જેવા આશરે 30 જેટલા ગંભીર ગુન્હામાં સંડોવાયેલ અને ૦૯ જેટલા ગુન્હાઓમાં પકડવાના બાકી મોસ્ટ વોન્ટેડ આંતર જીલ્લા આરોપી પુંજા દેવરાજ રબારીની કબૂલાત આધારે નામદાર કોર્ટમાં રજૂ કરી, દિન 03 ના પોલીસ રીમાન્ડ ઉપર મેળવી, આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી સાયર ઉર્ફે સમીર મહંમદ શેખ તથા આશરો આપનાર બટુકભાઈ પરસોત્તમભાઈ મકવાણાને પકડી પાડવા માટે જામનગર અને રાજકોટ ખાતે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *