બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકજ ગામની અલગ અલગ ફળીયા માં રહેતી સગીર વય ની બે બાળકીઓનાં ગામના જ બે યુવાનો એ લગ્ન ની લાલચે અપહરણ કરતા ફરિયાદ નોંધાઈ છે.પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના એક નાનકડા ગામ માંથી ગત તા.૧૩ જુલાઈ ના દિવસે ગામના જ બે યુવાનો પૈકી નિલેશ ભરતભાઇ તડવી તથા દિપકબાબુભાઈ તડવી એ ગામના બે અલગ અલગ ફળીયા ની સગીર વયની બાળકીઓનાં લગ્ન ની લાલચે પટાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયા હોવાની ઘટના બનતા આ નાનકડા ગામમાં સગીર વયની બાળકીઓના વાલીઓમાં ચિંતા નું મોજું ફરી વળ્યું હતું.આ બાબતે બંને બાળકીઓનાં પિતાઓએ ગરુડેશ્વર પો.સ્ટે.માં અપહરણ કરનાર બે યુવાનો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.બંને કેસ ની તપાસ સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર ડિ.બી શુક્લ,કેવડીયા વિભાગ કરી રહ્યા છે.