બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નયનરમ્ય નજારા વચ્ચે ડેમની સપાટી ૧૩૧.૨૫ મીટરે
ઉપરવાસમાંથી 5 લાખ ક્યુસેક પાણીની આવકનર્મદા ડેમ ના ૨૩ ગેટ ખોલવામાં આવ્યા છે
સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની વિપુલ આવકના પગલે શુક્રવારે ડેમના ૩૦ પેકી ૧૦ દરવાજા ખોલ્યાં બાદ આજે વધુ ૧૩ દરવાજા ખોલાયા છે. ડેમના ૨૩ દરવાજામાંથી નયનરમ્ય ધોધ સ્વરૂપે ૩.૬૫ લાખ ક્યુસેક પાણી નદીમાં ઠલવાઇ રહ્યું છે. ડેમની સપાટી ૧૩૧.૨૫ મીટરે પોહચી છે. કાંઠા વિસ્તારના વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના ગામો ને સાવધ કરી દેવાયા છે.
ઉપરવાસમાંથી નર્મદા ડેમ માં ૫ લાખ ક્યુસેક પાણી ઓમકારેશ્વર ડેમ માં છોડવામાં આવ્યું છે જેના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલવાની ફરજ પડી છે.
૨૩ ગેટ માંથી ૩ લાખ ૬૫ હજાર ક્યુસેક પાણી નદી માં છોડાય રહ્યું છે
હાલ નર્મદા ડેમ ની જળ સપાટી ૧૩૧.૨૫ મીટર પર પહોંચી છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના નદી કિનારાના ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ બપોરે ૧ કલાકે ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી ૧૧.૨૫ ફૂટે પોહચી છે. વૉર્નિંગ લેવલ ૨૨ ફૂટ છે. જ્યારે ભયજનક સપાટી ૨૪ ફૂટ છે.