રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા શહેર માં વીજ કંપની નો વહીવટ જાણે ખાડે ગયો હોય એમ વર્ષો થી લો વોલ્ટેજ ની રામાયણ,વારંવાર વીજળી ની આવન જાવન ત્રણ ચાર મહિને અપાતા બિલો ના કારણે ગ્રાહકો ના બમણા બિલો આવવા સહિત ની અનેક તકલીફો બાબતે બુમો ઉઠી હતી ત્યાં વધુ એક જોખમી બાબત સામે આવી છે જેમાં હાલ રાજપીપળા શહેર ના અનેક વિસ્તારોમાં વીજ કંપની ના ટ્રાન્સફોર્મરો પાસે મુકેલા ફ્યુઝ બોક્સ ખુલ્લી હાલત માં હોય ક્યારેક જીવલેણ સાબિત થાય તેવા હોવા છતાં અધિકારીઓ આ બાબતે તદ્દન લાપરવાહ જોવા મળી રહ્યા છે. રાજપીપળા ના હાર્દસમાં એવા લાલ ટાવર,જૂની પોસ્ટ ઓફીસ,દરબાર રોડ લાઈબ્રેરી સહિત અનેક જગ્યાઓ પર લાગેલા ટ્રાન્સફોર્મરો પર લટકતા ફ્યુઝ બોક્સ એકદમ નીચા અને ખુલ્લી હાલત માં છે જેમાં ખાસ તો ફ્યુઝ ની જગ્યા એ ફક્ત તાર નાંખી કામ ચલાવાતા ક્યારેક નાના બાળકો કે રખડતા જાનવરો માટે આ કરંટ યુક્ત બાબત જીવલેણ સાબિત થઈ શકે તેવી જોખમી જણાય છે. હાલ માજ ચોમાસા ની ઋતુ માં વીજળી ના પોલ ઉપર કોઈ ને કરંટ ન લાગે તે માટે પ્લાસ્ટિક ના સુરક્ષા કવર લાગવાયા હતા અને અગાઉના વર્ષો માં ડીપી ની ફરતે સુરક્ષા માટે જાળીઓ મારી હતી પરંતુ જાળીઓ નો ખર્ચ હાલ કોઈ કામનો ન હોય તેમ લાગી રહ્યું છે કેમ કે હંમેશા આ જાળીઓ ખુલ્લી મૂકાઇ છે જેના કારણે અંદર ની ફ્યુઝ પેટી માં સૌથી મોટું જોખમ સ્થાનિકો કે રાહદારીઓ માટે રહેલું છે. માટે વીજ કંપનીના અધિકારીઓ આવી ગંભીર બાબતે ધ્યાન આપે તેવી લોકમાંગ ઉઠી છે.
આ બાબતે સ્થાનિક રહીશ વંદનાબેન ભટ્ટ એ જણાવ્યું કે આ જાળી ઘણા સમય થી ખુલ્લી જ છે અગાઉ કોઈને તકલીફ ન પડે તે માટે અમે એક બે વાર બંધ પણ કરી છતાં વારંવાર લાઈટો ની તકલીફ માટે રીપેરીંગ કરવા આવતા માણસો ખુલ્લી મૂકી જાય છે નજીક માં જ બે સ્કૂલો આવેલી છે તદુપરાંત ચોમાસા ના કારણે આસપાસ ઘાસ ઊગ્યું હોય જાનવરો ને પણ કરંટ લાગવાનો ભય છે માટે વીજ કંપની એ યોગ્ય કરવું જોઈએ.