અમદાવાદ: દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

અમદાવાદ જિલ્લા સરકારી અને ખાનગી શાળાઓમાં ડૉ બાબા સાહેબ આંબેડકરનો ફોટો મુકવા આદેશ

આ રજુઆત બાદ તા.૧૭/૦૨/૨૦૨૦ ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર દ્વારા જિલ્લાના તમામ કચેરીઓના વડા અને સંબંધિત અધિકારીઓને ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા / ફોટો લગાવવાની કાર્યવાહી કરવા અને કરેલ કાર્યવાહીનો અહેવાલ મંગાવવામાં આવ્યો હતો જેને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તા.૨૮/૦૨/૨૦૨૦ ના રોજ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં કાર્યવાહી કરવા લેખિત સૂચના આપવામાં આવી હતી.
અમદાવાદ કલેકટરના પત્રનો કડક અમલીકરણ કરાવવા સારૂ સતત દરેક કચેરીમાં દલિત અધિકાર મંચ દ્વારા અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું.

અમદાવાદ જિલ્લાની ઘણી શાળાઓમાં ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નહિ હોવાનું કિરીટ રાઠોડના ધ્યાને આવેલ જેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું ધ્યાન દોરવામાં આવ્યું અને કલકેટર, અમદાવાદના પરિપત્રનો કડક અમલ કરવા માંગ કરવામાં આવી હતી.

જેને લઈને તા.૨૭/૦૮/૨૦૨૦ ના રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, અમદાવાદ દ્વારા જિલ્લાના દરેક તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તેમના તાબાની તમામ પ્રાથમિક શાળા અને સંબંધિત કચેરીઓમાં ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા / ફોટો લગાવવા અંગેની કાર્યવાહી કરવાના કચેરી આદેશ કરી દેવામાં આવ્યા છે.

આજે વિરમગામમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જીગીષાબેન મહેતાને દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ અને ટીમ સભ્યો નવઘણ પરમાર, હરેશ રત્નોત્તર, ગિરીશ રાઠોડ, વિષ્ણુ સુમેસરા સહિત જયેશભાઇ પટેલ, પ્રમુખ, વિરમગામ તાલુકા શિક્ષણ સંઘને સાથે રાખીને ડૉ બાબા સાહેબ આંબેડકરની છબી અર્પણ કરવામાં આવી હતી. આ છબીને તાલુકાની ઓફિસમાં મૂકીને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વિરમગામ તાલુકાની તમામ પ્રાથમિક શાળામાં અમલીકરણ અંગે તમામ આચાર્યોને પરિપત્ર કરીને સંવિધાન નિર્માતા ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા / ફોટો લગાવવા લેખિત આદેશ કરવામાં આવ્યો છે.

આ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા દલિત અધિકાર મંચ દ્વારા કરવામાં આવેલ સરાહનીય કામને બિરદાવ્યું હતું. તેમજ કિરીટ રાઠોડે જણાવ્યું કે પ્રજાસત્તાક દિનની ૭૧ ઉજવણી પ્રસંગે જિલ્લાની તમામ કચેરીઓમાં ડૉ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા / ફોટો મુકવાનું અભિયાન અંતર્ગત કામગીરી ચાલુ કરેલ છે. વધુમાં તેઓએ જણાવ્યું કે જિલ્લાની અનેક શાળાઓમાં સંવિધાન નિર્માતાની છબી ન હોઈ આ અભિયાન ચાલુ કરેલ છે. જેમાં જિલ્લા કલેકટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા હકારાત્મક નિર્ણય લીધો તે બદલ તેઓએ તેમનો આભાર વ્યક્ત કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *