રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામ શહેરમાં આવેલ લાયન્સ કલબ ઓર્થોપેડીક હોસ્પિટલ માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં વિરમગામના સામાજિક કાર્યકરો – નાગરિકોએ બ્લડ ડોનેશન કર્યું હતું
વિરમગામ લાયન્સ કલબના પ્રમુખ મુર્તઝાભાઈ પટેલ તેમજ લિયો ક્લબના પ્રમુખ પૃડરીક વોરાએ જણાવ્યું હતું કે, વર્તમાન કોરોના મહામારીને લીધે લોકો બ્લડ ડોનેશન કરતા અચકાય છે, જેથી સમગ્ર દેશની બ્લડ બેંકોમાં બ્લડની અછત વર્તાય છે, આવા સંજોગોમાં અમોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ અને બધા જ લાયન મિત્રો અને માથુર વૈશ્ય સમાજના પ્રયત્નો થી ખૂબ સફળતા મળી છે. આજના કાર્યક્રમ ને સફળ બનાવવા માં પ્રોજેક્ટ ચેરમેન મુકેશભાઈ ગુપ્તા, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, બ્રિજેશ ગુપ્તા, બિરજુભાઈ ગુપ્તા, હેમલ ગુપ્તા, લાયન્સ કલબ સેક્રેટરી પરેશ દેસાઈ, લીયો ક્લબ સેક્રેટરી દર્શન જોધાણી આ તમામ લોકોનો અમૂલ્ય ફાળો છે.અમદાવાદ રેડક્રોસ થી આવેલ તમામ અધિકારીઓની ટીમ દ્વારા બ્લડ ડોનેટ કરવા આવેલ તમામ લોકોને ગીફ્ટ માં ૧ પર્સ,૨ બોટલ સેનેટાઈઝર,૧ હેન્ડ વોશ અને બ્લડ ડોનેટ સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા.