રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ મોબાઈલ એશોશીએશન અને કેશોદ શહેર વેપારી મંડળ નાં પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી વેપારીઓ ની સમસ્યાઓ ની અસરકારક રજૂઆત કરી સફળતા મેળવનાર રાજુભાઈ બોદર ની ઓલ ઇન્ડિયા મોબાઈલ રીટેલ એશોશીએશન માં જુનાગઢ જિલ્લાનાં પ્રતિનિધિ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જુનાગઢ જિલ્લા માં આવેલાં મોબાઈલ કંપની નાં ડિસ્ટ્રીબ્યુટર્સ અને રીટેલ વેપારીઓ ની મળેલી બેઠકમાં ઓલ ઇન્ડિયા મોબાઈલ રીટેલ એશોશીએશન માં જુનાગઢ જિલ્લાનાં પ્રતિનિધિ તરીકે નામ સુચવવા ચર્ચા કરવામાં આવતાં એકસુરે રાજુભાઈ બોદર નાં નામ પર સહમતી થતાં જાહેર કરી તાળીઓ પાડીને નિમણુંક ને વધાવવામાં આવી હતી. કેશોદ શહેર મોબાઈલ વેપારી એશોશીએશનનાં પ્રમુખ તરીકે રાજુભાઈ બોદર દ્વારા વિવિધ પ્રશ્નોની જવાબદાર તંત્ર સુધી રજુઆતો કરી હતી અને કેશોદ સ્ટેશન રોડ ને સીમેન્ટ રોડ બનાવવા ત્થા સ્ટ્રીટ લાઈટ લગાવવા રાજ્ય સરકાર સમક્ષ રજુઆતો કરવા ઉપરાંત આંદોલનાત્મક કાર્યક્રમ યોજીને સફળતા મેળવી કેશોદ શહેરમાં જબ્બર લોકચાહના ધરાવે છે. ઓલ ઇન્ડિયા મોબાઈલ રીટેલ એશોશીએશન માં જુનાગઢ જિલ્લાનાં પ્રતિનિધિ તરીકે રાજુભાઈ બોદર ની નિમણુંક કરવામાં આવી.