નર્મદા: રાજપીપળાના યુવાન શિવરામ પરમારના લોકડાઉનના લાઈવ કાર્યક્રમે તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન અપાવ્યું.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

લોકડાઉન દરમિયાન સતત ૧૦૦ લાઇવ કોન્સર્ટ કરી લોકોનો ઉત્સાહ વધારવા બદલ રાજપીપળા ના પનોતા પુત્ર મ્યુઝિક ડાયરેક્ટર શિવરામ પરમાર ને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં સ્થાન મળ્યું.

કોરોના મહામારીએ ભારત માં દસ્તક દીધી ત્યારે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયુ હતું જેમાં તમામ પ્રકાર ના ધંધા રોજગાર તેમજ અવન જાવન બંધ કરાયા હતા ત્યારે કોરોના મહામારી માં ઘભરાયેલ ઘરમાજ રહતા લોકો નો આત્મવિશ્વાસ વધારવા શિવરામ પરમારે પોતાના ફેસબુક ઉપર દરોજ લાઇવ આવી અલગ અલગ થીમ ઉપર કોન્સર્ટ કરી લોકોનો ઉત્સાહ વધાર્યો શિવરામ પરમારે સતત એકપણ દિવસ ચુક્યા વિના ૧૦૦ કોન્સર્ટ કર્યા ત્યારે તેમની આ સિદ્ધિ બદલ તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે

ફેસબૂક ના માધ્યમ થી દરરોજ રાત્રે આઠ કલાકે સુર સંગીત અને કલાકારો ની માહિતી સાથે સાથે શાસ્ત્રીય સંગીત નું જ્ઞાન લઈને શિવરામ પરમારે હજારો લોકો ને ઉત્સાહ પૂરો પાડયો જેની જન્મભૂમિ રાજપીપલા છે તે હાઉસિંગ બોર્ડ રાજપીપળા માં તેઓએ પોતાનું બાળપણ ગુજાર્યું અને માં સરસ્વતીના આશીર્વાદ થી મુંબઈમાં સંગીતકાર તરીકે નામના મેળવી પોતાનો સ્ટુડિયો પણ સ્થાપ્યો

શિવરામ ફેસબૂક ના માધ્યમથી લોકડાઉન ના પ્રથમ અઠવાડિયાંથીજ લાઇવ આવતા થયા ત્યારે શરૂઆત મા તો ગણ્યા ગાંઠ્યા લોકો આ લાઈવ માણતા હતા પરંતુ દિવસે અને દિવસે આ ફસબૂક લાઈવ થી લોકો પ્રભાવિત થયા અને મુંબઈ જ નહિ ગુજરાત અને ભારત સહીત સ્પેન અને મોરેશિયસ માં પણ હજારો લોકો ભારતમાં રાત્રીના આઠ વાગ્યા ની રાહ જોવા લાગ્યા.

કોરોના મહામારીમાં તેમના આ સફળ સેવા કાર્ય બદલ તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ દ્વારા મોમેન્ટો , મેડલ અને પ્રસ્તતી પત્ર આપી તેમનું સન્માન કરાયું છે જે બદલ રાજપીપળા સહિત તમામ દેશ તેમની ઉપર ગર્વ કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *