રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા
રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
ઠાસરા તાલુકા ના રસુલપૂર ગામ માં રહેતો મંજુસર ખાનગી કંપની માં કામ કરતો યુવાન અલ્પેશ કુમાર અશ્વિન ભાઈ ચાવડા ઉંમર – ૨૪ વર્ષ નું ગામ ની નજીક થી પસાર થતી શેઢી નદી માં ડૂબી જવાથી મૃત્યુ થયું છે.પરિવાર અને સ્થાનિકો ના જણાવ્યા પ્રમાણે ગઈ કાલે સાંજે ૫:૦૦ વાગ્યા ના અરસા માં કુદરતી હાજતે શેઢી નદી પાસે જવું છું તેમ કહી નીકળેલ આ યુવાન શેઢી નદી ના કિનારે હાથ પગ ધોવા જતા શેઢી નદી માં પડી ગયા હતા પ્રત્યક્ષ દર્શી ઓ કઈ કરી શકે તે પહેલાં જ તેઓ શેઢી નદીના વહેતા પાણી માં ગરકાવ થયા હતા.
આજુબાજુ ના લોકો તથા પરિવાર ને જાણ થતાં સ્થાનિક તરવૈયા ઓ ની મદદ લઇ તેઓને નદીના વહેતા પાણી માં શોધખોળ હાથ ધરવા માં આવી હતી જેમાં આખી રાત ની ભારે જહેમત બાદ આજે સવારે ૭:૦૦ ના અરસામાં તેઓને શોધવા માં સફળતા મળી હતી. ઠાસરા પોલીસ દ્વારા ડેડ બોડી ને પોસ્ટમોર્ટમ માટે ડાકોર રેફરલ હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોત ની ફરિયાદ લઇ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.