રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ
કાંકરેજ તાલુકાના કુવારવા ગામે આવેલ કાચો માર્ગ પી.એચ.સી ઝાલમોર દવાખાના મારફત જવા માટે અંદાજે ચાર કિલો મીટર નું અંતર આવેલું છે જેમાં બે કિલોમીટર સુધી કાચા મેન્ટલ પથ્થર પાથરેલા છે જેમાં જે માર્ગ ઉપર દરેક સમાજના લોકોના સમશાન ઘાટ પણ આવેલા છે જેમાં ઝાલમોર મુકામે પી.એચ.સી દવાખાનું અંદાજે દોઢથી બે કિલોમીટરના અંતરે આવેલું છે ગામના લોકોને સારવાર દરમિયાન જવા માટે કાચા માર્ગ માં ખાડા તેમજ પાણી કાદવ-કીચડ હોવાને કારણે મુસાફર તેમજ ગામના લોકો તેમજ વાહનો ને અવરજવરમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે બાળકોને સ્કુલે જવામાં પણ તકલીફો પડતી હોય છે ગામના સરપંચ તેમજ તલાટી ને વારંવાર રજૂ કરવામાં આવી છતાં કોઇ જ ધ્યાનમાં લેવામાં આવતું નથી જ્યારથી આઝાદી મળી ત્યારથી કુવારવા થી જાલમોર જવાનો કાચો માર્ગ બિસ્માર હાલતમાં સદીઓ જોવા મળી રહ્યો છે.. તો શું હા મીડિયામાં અહેવાલ થી ઘોર નિંદ્રામાં સૂતેલું અર્થતંત્ર જાગશે કે પછી આંખ આડા કાન તે આવનાર સમય જ બતાવશે.