રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
બાબરા પોલિસ દ્રારા માસ્ક ન પહેરનાર લોકોઓ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાબરા પી.એસ.આઈ. એસ.એન. ગોહિલ સાહેબ તથા પી.એસ.આઈ વિ.વિ.પંડ્યા દ્રારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. લોકો માસ્ક ફરજીયાત પહેરે તેવો પ્રયત્ન હાલ પોલિસ દ્રારા કરવામાં આવી રહ્યો છે.
ત્યારે આજ રોજ પી.આઈ. એસ.એન.ગોહિલ પી.એસ.આઈ. વિ.વિ. પંડ્યા સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ માં હતા બાબરા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ પર હતા. તે દરમ્યાન તાલુકાના ધરાઈ, ચમારડી, વાવડી, અને મોટા દેવળીયા મા માસ્ક ન પહેરનાર ૧૭ લોકો પાસે થી માસ્ક નપહેરવા બદલ દંડ વસૂલવામાં આવ્યો ત્યારે ૧૭ લોકો પાસે થી કુલ રૂ.૧૭૦૦૦ નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
પોલીસ દ્રારા બાબરા તાલુકા ના લોકો ને માસ્ક પહેરવા માટે સંદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, માસ્ક ફરજીયાત પહેરવું જોઈએ, કાયદા અને નિયમો નું યોગ્ય પણે તમામે પાલન કરવું જોઈએ, આપણા હિત માટે અને બીજા લોકોના હિત માટે માસ્ક ફરજીયાત પહેરવું જોઈએ, જેથી કોરોનાને વધુ ફેલાતો અટકાવી શકાય. વધુ માં જણાવ્યું હતું કે, જો લોકો જાતે સમજીને માસ્ક નહિ પહેરે તો કડક કાર્યવાહી પોલિસ દ્રારા હાથ ધરવામાં આવી રહી છે. જેમા માસ્ક ન પહેરનારને રૂ.૧૦૦૦ નો દંડ પણ ફટકારવા માં આવી રહ્યો છે. જેથી હવે લોકોએ હવે જાતે સમજીને માસ્ક ફરજીયાત પહેરવું જોઈએ.