રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
ગુજરાત સરકાર દ્વારા ખાનગી યુનિવર્સિટી જેવી કે આર.કે.યુનિવર્સિટી પારુલ યુનિવર્સિટી ને ૨૪ જુલાઇના રોજ પરિપત્ર દ્વારા એગ્રીકલ્ચર નો કોર્સ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી હતી જેના વિરોધમાં ગુજરાતી કૃષિ વિદ્યાર્થી સંઘ દ્વારા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાના વિદ્યાર્થીઓ મારફતે કલેકટરને આવેદનપત્ર આપીને કૃષિ શિક્ષણના ખાનગીકરણના વિરોધમાં પગલા લેવા માટે અપીલ કરવામાં આવી હતી અને જો આ બાબતે કોઈ કડક પગલા લેવામાં ન આવે તો અહિંસક આંદોલન ની ચીમકી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિપુલ ભાઈ બલદાણીયા હર્ષભાઈ પટેલ આકાશભાઈ કાનપરિયા હર્ષીદભાઈ ગજેરા હાજર રહેલા તેમ જાણવા મળે છે.