રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
આજરોજ સવારના ૧૧ વાગ્યા બાદ ઉના તાલુકાના દેલવાડા ગામની સીમમાં અંજાર જતા બેઠા પુલ ઉપર જેન્તીભાઈ લાખાભાઈ બાંભણીયા ઉ.વ.૪૦ વાડી વિસ્તારમાંથી ચાલી દેલવાડા આવતો હતો ત્યારે બેઠા પુલ ઉપર મછુન્દ્રી નદીનાં પાણીનો પ્રવાહ તેજ હતો અને અકસ્માતે પગ લપસી જતા નદીના પાણીના વહેણમાં તણાઈ ગરકાવ થઈ ગયો હતો. આ અંગે અધિકારીઓને જાણ થતા ટી.ડી.ઓ. લંબાણી, દેલવાડાના એ.એસ.આઈ. ધાંધલ સરપંચ વિજયભાઈ બાંભણીયા તરવૈયા લઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
આ દેલવાડાનો ચેક ડેમ કમ કોઝવે સાવ નીચો છે દર ચોમાસે પાણીનુ પુર આવતા રસ્તો બંધ થઈ જાય છે ૨૦ થી વધુ ગામોના લોકો જાનના જોખમે પસાર થાય છે. આ પુલ ૩ ફુટ ઉંચો કરવામાં આવે તો પાણીનો સંગ્રહ પણ થાય લોકોને આવવા જવામાં સરળતા રહે ૪ વર્ષથી રજુઆત કરાય છે પરંતુ પુલ ઉંચો લેવાતો નથી.