રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ ની જે મહામારી ઊભી થવા પામી છે, જેને ધ્યાનમાં લઈને અને સરકારની ગાઈડ લાઈન મુજબ સી.એમ.જી.એમ નાં ડાયરેક્ટર વિશ્વાસ.બારિશની આગેવાની હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના યુવક-યુવતીઓ જેઓ ને ગાવા – વગાડવાનું ટેલેન્ટ છે, જેમને આગળ લાવવા માટે , જેમના અવાજ ને લોકો સુધી પહોંચાડવા માટે રાજ્ય લેવલે ઓનલાઈન સંગીત – ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાત માંથી કુલ ૯ વ્યક્તિઓ એ ભાગ લીધો હતો, જેમાં નર્મદા જીલ્લાનાં દેડીયાપાડા તાલુકાના મંડાળા ગામના ત્રણ સિતારા રાજ્ય લેવલે ઝળક્યા હતા, જેમાં પ્રથમ નંબરે વસાવા ક્રિસ્ટીનાબેન વિપુલભાઈ જેમને ૭૫૨ કમેન્સ અને ૩૫ જજીસ દ્વારા માર્ક આપવામાં આવ્યા હતા, જ્યારે બીજા નંબરે વસાવા મનીષાબેન જતીનભાઈ જેમને ૫૯૦ કૉમેન્સ અને ૩૯ જજીસ દ્વારા માર્ક આપવામાં આવ્યા હતા, અને ત્રીજા નંબરે વસાવા સિલાશભાઈ રતિલાલભાઈ જેમને ૪૮૬ કૉમેન્ટ્સ અને ૩૨ જજીસ દ્વારા માર્ક આપવામાં આવ્યા હતા, જેથી આ ત્રણે સિતારાઓ એ પોતાના ગામનું અને સમાજ નું નામ રોશન કર્યું છે. અને આ ત્રણે વિજેતાઓને સી.એમ.જી.એમ નાં ડાયરેક્ટર વિશ્વાસ બારિશ દ્વારા ટ્રોફી તેમજ પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યું હતું.