બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા ડેમમાંથી ૧૦ દરવાજા ખોલી ૫૦ હજાર ક્યુસેક પાણી છોડાયું
નર્મદા ડેમની જળ સપાટી માં સતત વધારો નોંધાઇ રહ્યો છે ડેમની જળ સપાટી ૧૩૦.૯૯ મીટરે પોહોંચી
આજે સરદાર સરોવર નર્મદા ડેમના ૧૦ દરવાજા ખોલી ૫૦ હજાર કયુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે
ડેમ માં પાણી ની આવક ૮૫,૦૦૦ ક્યુસેક તેમજ જાવક ૫૦,૦૦૦ ક્યુસેક છે
આર.બી.એચ.પી ના ૫ ટર્બાઇન ચાલુ કરી ૧૦૦૦ મેગા વોટ વીજ ઉત્પાદન કરાઈ રહ્યું છે
દર કલાકે નર્મદા બંધમાં પાણીની સપાટી માં ૨ થી ૨.૫ સેન્ટિમીટર નો વધારો નોંધાઇ રહ્યો છે