રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગર હેઠળ ના ઔધીગીક સલામતી અને સ્વાસ્થ્ય તંત્ર હેઠળ ની અમદાવાદ કચેરીમાં નાયબ નિયામક તથા તેઓના અધિકારીઓ ના માર્ગ દર્શન હેઠળ આજ રોજ સાણંદ તાલુકાના ટાટા મોટર્સ વેંડર પાર્ક મુકામે આવેલ ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ લિમિટેડ નામના કારખાના માં પ્રોપેન ગૅસ લીકેજ અંગેની મોક ડ્રીલ યોજવામાં આવી, તથા કારખાના ના સલામતી વિભાગના મેનેજમેંટ કર્મચારીઓની આવી ઈમરજન્સી ના સંજોગોમાં કેવી સતર્કતા છે તેની ચકાસણી કરવામાં આવી તથા અંતે આ મોક ડ્રીલ ખુબજ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવી. કારખાના માં પ્રોપેન નો ઉપયોગ થતો હોય તે એક અતિજ્વલ્ન્શીલ હોય આગના બનાવના સંજોગોમાં તેને કાબુમાં લેવા માટે કેવી રીતે કામગીરી બજાવી તેની તાલીમ મળી રહે તે માટે આવા મોક ડ્રીલ યોજવા જરૂરી છે.