નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરના ૩૦ ગેટ ૪૫૦૦ હાથીના વજન બરાબર: જાણો ડેમની વિશાળતા..

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર લગાવેલ એક ગેટ નું વજન ૪૫૦ ટન , ૧૫૦ હાથીના વજન બરાબર

સરદાર સરોવર નર્મદા ડેમ ઉપરના ૩૦ ગેટ ૪૫૦૦ હાથીના વજન બરાબર

નર્મદા નિગમ ના મેનેજિંગ ડિરેક્ટર અને વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ આપી ટ્વિટર ઉપર માહિતી

સરદાર સરોવર નર્મદા બંધની વિશાળતા ઉપર એક દૃષ્ટિકોણ માટે એક દૃષ્ટાંત

સરદાર સરોવર નર્મદા બંધ નું નામ સાંભળતાજ કોઈ પણ વ્યક્તિ ને તેની વિશાળતા નજરો સમક્ષ આવી જાય આ ડેમ એશિયા ના મોટા ડેમો માં સમાવિષ્ટ છે ઉપરાંત કોન્ક્રટ કામ માં વિશ્વમાં બીજા નંબરે સમાવીષ્ટ છે સરદાર સરોવર નર્મદા ડેમ ની વિશાળતા ને સમજવા માટે નર્મદા નિગમ ના મેનેજિંગ ડિરેક્ટર અને વન વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવ કુમાર ગુપ્તાએ પોતાના ટ્વીટર ઉપર રસપ્રદ માહિતી આપતા જણાવ્યુ છે કે સરદાર સરોવર નર્મદા બંધ ઉપર લગાવેલ ૩૦ ગેટ ની વિશાળતા સમજાવતા દૃષ્ટિકોણ સ્વરૂપે સમઝ આપતા જણાવ્યું છે નર્મદા ડેમ ઉપર લગાવેલ ૩૦ ગેટ પૈકી એક ગેટનું વજન ૪૫૦ ટન છે જે ૧૫૦ હાથી ના વજન બરાબર છે જેથી જોઇએ તો ૩૦ ગેટ નું વજન ૪૫૦૦ હાથી ના વજન બરાબર થાય જે દરવાજા ૩૦ લાખ ક્યુસેક પાણી પ્રવાહ નું નિયંત્રણ કરે છે જોકે આ રસપ્રદ માહિતી સરદાર સરોવર નર્મદા બંધ ની વિશાળતા દર્ષાવે છે કે ફક્ત પાણીના નિયંત્રણ માટે ના ગેટ આટલા વિશાળ છે તો સમગ્ર નર્મદા બંધ, તેનું કોંકરિટ બાંધકામ, વીજ ઉત્પાદન યુનિટો , કેનલો નું નેટવર્ક તેમજ વીજ ઉત્પાદન કરતા ટર્બાઇન અને પાણીનો જથ્થો કેટલી વિશાળ માત્રામાં હશે તે અંદાજ લગાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *