બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દરમિયાન, નાંદોદ તાલુકામાં-૧૧ મિ.મિ, તિલકવાડા તાલુકામાં-૧૧ મિ.મિ અને ગરૂડેશ્વર તાલુકામાં-૦૪ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય સાગબારા તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૯૮૧ મિ.મિ વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૬૦૬ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૧૦૯ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો- ૭૭૩ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૭૬૫ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો-૬૫૧ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ-૧૩૦.૮૧ મીટર, કરજણ ડેમ-૧૧૦.૭૧ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૭.૭૪ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ-૧૫.૮૭ મીટર હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે.