રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં ભારે વરસાદથી પણ નુકસાન થયું છે ઉપરાંત અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સમસ્યાઓ છે તે બાબતે રાજુલા તાલુકાના વિવિધ સરપંચો અને આગેવાનો પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલે મળ્યા હતા અને વિવિધ રજૂઆત કરી હતી.
આજરોજ ગાંધીનગર ખાતે પ્રદેશ કાર્યાલય કમલમ માં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી તથા અતિભારે વરસાદ તથા નદી માં પૂર આવા ના લીધે ખેડૂતો ને પાક નુકસાન અંગે લેખિત રજુવાત કરી તથા ઉચૈયા થી લોઠપૂર જવા માટે નો ક્રોઝવે તૂટી જવા થી રસ્તો હાલ બિલકુલ બંધ હોઈ જે ક્રોઝવે નવો બનાવ માટે લેખિત રજુવાત કરી સરપંચ પ્રતાપભાઈ બેપારીયા ઉપ સરપંચ દિલુભાઈ ધાખડા તથા ફિરોજ ભાઈ ઝાંખરા રાજુલા તથા નીતિન ભાઈ જાદવ હાજર રહ્યા હતા.