AMC કમિશનર: 7 દિવસે ડબલ કેસ તો 15 મેં સુધી 10 હજાર, 4 દિવસે ડબલ થશે તો 31 મેં સુધી 8 લાખ કેસ થશે

Corona Latest

કોરોના સંક્રમિત અમદાવાદ શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 1654 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 151 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ શહેરમાં કોરોના અંગેની અપડેટ આપતા જણાવ્યું કે, 17 થી 20 એપ્રિલમાં કેસ ડબલ થયા અને હાલ 7 દિવસમાં કેસ ડબલ થાય છે. જો આ રેટ રહે તો 15 મે સુધીમાં 50 હજાર અને 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે. જો 7થી 8 દિવસે કેસ ડબલ થતા રહેશે તો 15 મે સુધીમાં 10 હજાર જ કેસ થશે અને જો 10 દિવસનો ડબલિંગ રેટ એચીવ કરીએ તો 15 મે સુધીમાં 8 હજાર જ રહેશે. પરંતુ 4 દિવસે જો કેસ ડબલ થવા લાગશે તો 31 મે સુધીમાં 8 લાખ કેસ થઈ શકે.

વિજય નહેરા દ્વારા જણાવામાં આવ્યું છે કે વડીલો એ મેં મહિના ના અંત સુધી બહાર નીકળવું નહિ. વિજય નેહરાએ આગળ જણાવ્યું કે, હું યુવાનોને હું વિનંતિ કરું છું કે, જે વડીલોએ આપણને સાચવ્યા છે તે વડીલોને આપણને સાચવવાનો વારો આવ્યો છે. સૌ યુવાનો વડીલોને સાચવે તે જરૂરી છે. જેને લઈને તમામ યુવાનો આ બાબતે સોશિયલ મીડિયામાં જાગૃતિ માટે વીડિયો બનાવીને પણ શેર કરી શકે છે. જે યુવાન સૌથી સારો વીડિયો બનાવશે તેને હું લોકડાઉન પુરું થયા પછી રૂબરૂ મળીશ અને તેમની કામગીરીને બિરદાવીશ. મે મહિનાના અંત સુધી કોઈ પણ વડીલોને ઘર બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા વિનંતિ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *