રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા માટે મંજુર થયેલી એન્જીનીયરીંગ કોલેજ ભરૂચ માં ચાલે છે,સિવિલ હોસ્પિટલ નું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું હોય આયુર્વેદિક હોસ્પિટલ માં ખસેડવામાં આવે. ભરૂચ લોક લાડીલા સાંસદ મનસુખ ભાઈ વસાવા ફરી એકવાર પ્રજા ના પ્રશ્નો ને લઈ મેદાન માં આવ્યા છે જેમાં વારંવાર રજુઆત કરવા છતાં ઘણા પ્રશ્નો નો યોગ્ય ઉકેલ ન આવતા આખરે સાંસદે નર્મદા કલેકટરને પત્ર આપી રજુઆત કરી છે.
સાંસદ મનસુખભાઈ વસાવા જિલ્લા ના વિકાસને લગતા ઘણા પ્રશ્નો બાબતે સરકારને વારંવાર રજુઆત કરી ચુક્યા છે પરંતુ આ રજુઆતનું નિરાકરણ ન આવતા આજે તેમણે નર્મદા કલેકટરને પત્ર લખી રજુઆત કરી છે જેમાં અગાઉ રજુઆત કરેલ એ મુજબ ખાણ ખનીજ રોયલ્ટી ની મોટપાયે ચોરી થાય છે તેની તપાસ થવી જોઈએ,રાજપીપળા ખાતે મંજુર થયેલ એન્જીનીયરીંગ કોલેજ ભચરવાડા વિસ્તારમાં બીજી કોઈ સરકારી જગ્યા ફાળવી વહેલી તકે બાંધકામ શરુ થાય,વારંવાર વિવાદમાં આવેલ સિવિલ હોસ્પિટલને વહેલી તકે આયુર્વેદીક હોસ્પિટલમાં ખસેડવામાં આવે રાજપીપળામાં ઘણા લોકોની પડતર માંગણીઓની રજુઆતને ધ્યાન માં લેવામાં આવે તેવી માંગ સાથે મનસુખભાઈ વસાવા એ નર્મદા કલેકટર ને આજે પત્ર લખી રજુઆત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર પ્રજા ના પ્રશ્નો અને જિલ્લાના વિકાસ બાબતે જાગૃત લોકો અને ખુદ સાંસદ રજુઆત કરતા આવ્યા છે છતાં સરકાર આ માટે કોઈજ ધ્યાન ન આપતી નથી ત્યારે હવે આ પ્રશ્નો ને લઈ સાંસદે હાલ નર્મદા કલેક્ટર ને પત્રરૂપી રજુઆત કરી છે ત્યારે શું સાંસદ ની પ્રજા માટે ની આ માંગ નો કોઈ યોગ્ય ઉકેલ આવશે કે કેમ એતો આવનારો સમય જ બતાવશે.